પાંચ આરોપીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ સુધારણા કાયદા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે મિત્રના સામાન્ય ઝઘડાનું સમાધાન કરાવવા ગયેલા સામાજિક કાર્યકર ને તેમના મિત્રોને મહિલા સહિતના પાંચ શખ્સોએ માર મારી બે ઈસમોએ છરીના ઘા ઝીકી દેતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધ્યો છે. બનાવ અંગે મોરબીના લીલાપર ખાતે પ્રકાશનગરમાં રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના મિત્ર પ્રફુલભાઈ બચુભાઇ સોલંકીને રફાળેશ્વર ગામના યતીશ બાબુભાઇ મૂછડીયા સાથે અગાઉ બોલાચાલી ઝપાઝપી થયેલી હોવાથી તેમના સમાધાન માટે રફાળેશ્વર ગયા હતા. આ સમયે રફાળેશ્વર આંબેડકરનગર આરોપી કાલી કિશોરભાઇ સુમેસરા, પ્રકાશભાઇ કણસાગરા સામા મળતા અહીં શુ કામ આવ્યા તેમ પૂછતાં ફરિયાદી ગૌતમભાઈએ મિત્ર સાથે યતીશને ઝઘડો થયો હોય સમાધાન માટે આવ્યાનું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કાલી કિશોરભાઇ સુમેસરા, પ્રકાશભાઇ કણસાગરા કિશોરભાઇ મેઘજીભાઇ સુમેસરા, જશુબેન કિશોરભાઇ સુમેસરા ગજનભાઇ બારોટ રહે બધા ગામ રફાળેશ્વર વાળાઓએ ગાળાગાળી કરી છુટા પથરના ઘા ઝીકી આરોપી ગજન બારોટ અને પ્રકાશ કણસાગરાએ છરીના ઘા ઝીકી દેતા ગૌતમભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગૌતમભાઈની ફરિયાદને આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩,૩૩૭, ૫૦૪, ૧૧૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ)સુધારણા અધિનિયમ-૨૦૧૫ ની કલમ- ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.