મોરબીઃ રફાળેશ્વર જી.આઈ.ડી.સી. એસ્ટેટના ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તરીકે અમિતભાઈ કાસુન્દ્રાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. રફાળેશ્વર જી.આઈ.ડી.સી. એસ્ટેટના ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યોની મિટીંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે અમિતભાઈ કાસુન્દ્રા, ઉપપ્રમુખ તરીકે સંદિપભાઈ ધમાસણા, સેક્રેટરી તરીકે યોગેશભાઈ દેત્રોજા, ખજાનચી તરીકે મુકેશભાઈ આદ્રોજા અને અન્ય 17 કમિટી સભ્યોની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યો ટૂંક સમયમાં પોતાનો કાર્યભાર સંભાળશે. ભૂતપૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ આદ્રોજાએ નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમને શુભેછાઓ પાઠવી હતી.