મોરબી : મોરબી એલસીબી ટીમે આજે રફાળેશ્વર નજીકથી બાતમીને આધારે ચોરાઉ બાઈક સાથે એક શખ્સને દબોચી લઈ બે માસ પૂર્વે મોરબી તાલુકામાંથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ મૈયડ અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ બાતમીને આધારે રફાળેશ્વર ભુદેવ પાન નજીકથી અજય જગદીશભાઇ ચૌહાણ ઉવ-૨૬ રહે.રફાળેશ્વર આંબેડકરનગર વાળાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા આ બાઈક આરોપીએ બે-એક માસ પહેલા રફાળેશ્વર પ્રાથમીક શાળા પાસેથી ચોરેલ હોવાની કબૂલાત આપતા ચોરેલ મોટર સાયકલ કિ.રૂ. ૧૫૦૦૦ ના સાથે આ શખ્સને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, HC સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, PC ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા વગેરે સ્ટાફે કરી હતી.