મોરબી : વાંકાનેર-મોરબી હાઇવે પર એક ડમ્પર ચાલકે બે રિક્ષાઓને પાછળથી ઠોકરે ચડાવતા એક રીક્ષા પલટી ખાઈ ગઈ હતી જ્યારે આગળ જતી એક રીક્ષા પણ અકસ્માતગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈ નાસી જતા પોલીસે નંબરના આધારે ચાલકની શોધખોળ આદરી છે. વાંકાનેર-મોરબી હાઇવે પર રફાળેશ્વર ગામ સામે ડમ્પર નંબર GJ 12V 4648 ના ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી પુરપાટ ઝડપે વાહન ચલાવતા એક રિક્ષાને પાછળના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને કારણે રીક્ષા પલ્ટી ખાઈ જતા તેમાં બેસેલા પેસેન્જરો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત દરમ્યાન પલટી ખાઈ ગયેલી રિક્ષાની આગળ જતી એક બીજી રિક્ષાને પણ ડમ્પર ચાલકે હડફેટે ચડાવી હતી. પલ્ટી ખાઈ ગયેલી રિક્ષામાં બેસેલા રેખાબેન હમીરભાઈ ઓગણિયા ઉં.વ.25એ GJ 12 V 4648ના ચાલક સામે અકસ્માત કરી નાસી જવાનો ગુન્હો મોરબી તા.પો.મથકમાં નોંધાવતા પો.હેડ.કોન્સ.એચ.એમ.મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.