હળવદ : હળવદ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરે ના પડતા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ થતું હોય છે. ત્યારે હળવદના ગૌ સેવકો દ્વારા 200 ગૌવંશ અને અન્ય પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસની સોસાયટી વિસ્તારમાં હોય તેવા ગૌવંશને શોધીને તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. જેથી રાત્રીના અંધારામાં દૂરથી જ વાહન ચાલકને ખબર પડી જાય અને અકસ્માત ન સર્જાય. મોડી રાત સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવનાર તમામ ગૌ સેવકોને શહેર તથા આસપાસના વિસ્તારના લોકો બિરદાવી રહ્યા છે.