વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં જુના મનદુઃખમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેર શહેરમાં જુના મનદુઃખનો ખાર રાખી રાધે ઉપનામ ધારી શખ્સે અગાસીના રવેશમાં ઉભા ઉભા ગાળોનો વરસાદ વરસાવી જાનથી પતાવી દેવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ફીરોઝભાઇ અયુબભાઇ પીપરવાડીયાને જુના મનદુઃખના ખારમાં બાજુમાં જ રહેતા જાકીર ઉર્ફે રાધે નુરમામદભાઇ મકવાણા નામના શખ્સે અગાસીના રવેશમાં ઉભા રહી ગાળો ભાંડી બાદમાં જાનથી પતાવી દેવા ધમકી આપતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ફીરોઝભાઇની ફરિયાદના આધારે આરોપી જાકીર ઉર્ફે રાધે વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુંન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..