વાઘપરા સતવારા સમાજ દ્વારા સવાસો વર્ષ જૂના મંદિર અને સમાજ વાડીનું નવનિર્માણ : ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મોરબી : મોરબીમાં સમસ્ત વાઘપરા સતવારા સમાજ દ્વારા નવનિર્માણ પામેલ મંદિરમાં રાધાકૃષ્ણ તથા ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. જે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. મોરબીમાં સમસ્ત વાઘપરા સતવારા સમાજ દ્વારા સવાસો વર્ષ જૂના મંદિરનું નવનિર્માણ કરી રાધા કૃષ્ણ,હનુમાનજી અને મહાદેવ તેમજ ૧૭ જેટલા માતાજીઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ સુધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે વાઘપરા સમાજવાડીનું પણ નવનિર્માણ કરવામાં આવ્યું હોય, તેનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. જેઇલ રોડ ખાતે કાર્યક્રમ સ્થળે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અંતિમ દિવસે તા.૭ને રવિવારના રોજ સવારે ૧૦ કલાકે ધર્મસભા યોજવામાં આવશે. સવારે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.