ટંકારા : કેશવજીભાઈ પ્રભુભાઈ રાદડિયા દ્વારા હડમતીયા ગામે તેઓના રાજલ ફાર્મ હાઉસ ખાતે 108 દિવસના પંચદેવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 31 જાન્યુઆરીના રોજ આ યજ્ઞનો 70મો દિવસ છે. ત્યારે મોરબી અપડેટ દ્વારા આ યજ્ઞ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.આ અંગે યજ્ઞના યજમાન વીરપર ગામના વતની કેશવજીભાઈ વાઘડીયા દ્વારા મોરબી અપડેટને જણાવાયું હતું કે, હડમતીયા મારા ફાર્મ હાઉસ ખાતે મેં 108 દિવસના પંચદેવ મહાયજ્ઞનું આયોજન કર્યું છે. મારો સંકલ્પ હતો કે, એક આસન પર બેસીને એક મહાયજ્ઞ 108 દિવસ ચાલે તેવો યજ્ઞ કરવાનો હતો. આ સંકલ્પ મારો સિદ્ધ થયો છે. આ મહાયજ્ઞમાં દરરોજ અમારા સગા-સંબંધીઓ આવે છે અને યજ્ઞમાં બેસવાનો લ્હાવો લે છે. સવારે 7-30 વાગ્યે આ મહાયજ્ઞ શરૂ થાય છે અને બપોરે 12 વાગ્યે યજ્ઞ પૂર્ણ થાય. ત્યારબાદ ઉપસ્થિત લોકો માટે દરરોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. સનાતન ધર્મમાં યજ્ઞનું જે મહત્વ દર્શાવાયું છે તે પ્રમાણે મને ફળ પણ મળી રહ્યું છે. પ્રદુષણ ઘટાડવા માટે યજ્ઞ ખૂબ જ જરૂરી છે. તેથી લોકો પણ પોતાની યથાશક્તિ પ્રમાણે યજ્ઞ કરવા જોઈએ.આ યજ્ઞનું મહત્વ સમજાવતા ભુદેવજીએ કહ્યું હતું કે, આપણી હિંદુ સનાનત સંસ્કૃતિમાં પૂજાતા પાંચદેવ એટલે કે ભગવાન ગણેશજી, મા જગદંબા, ભગવાન શિવ, ભગવાન સૂર્ય નારાયણ અને ભગવાન વિષ્ણુ. આ પંચદેવનો મહાયજ્ઞ રાદડિયા પરિવાર દ્વારા હડમતિયાના રાજલ ફાર્મ હાઉસ ખાતે ચાલી રહ્યો છે. આ યજ્ઞ પર્યાવરણને સુધારી શકે છે.