તમામ ઈજાગ્રસ્તો મોરબી સિવિલમાં સારવાર લેવા પહોંચ્યામોરબી અપડેટ : માળિયા (મીંયાણા) તાલુકાના નવા અંજીયાસર ગામે આજે વહેલી સવારે એક હડકાયા શ્વાને ભારે આતંક મચાવ્યો હતો. ગામના લોકો સવારે નિત્યક્રમ તથા કામકાજ અર્થે નીકળ્યા હતા, તે વેળાએ અચાનક ધસી આવેલા હડકાયા શ્વાને રસ્તે જતા લોકોને નિશાન બનાવી ઉપરાઉપરી બચકા ભર્યા હતા. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 10 લોકોને ઇજાઓ પહોંચતા ગામમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકના માળિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં યોગ્ય સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. માળિયા તાલુકા મથકે કટોકટીના સમયે પૂરતી સારવાર ન મળતી હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને આરોગ્ય સુવિધાઓ સુધારવા માંગ ઉઠી છે.શ્વાનના હુમલામાં નવા અંજીયાસર ગામના રહેવાસી રેહાન અવેશ (ઉંમર 15 વર્ષ), રુકસાના શાહમદાર (ઉંમર 25 વર્ષ), દેશમામદ અબ્દુલ (ઉંમર 31 વર્ષ), જલાઉદીન કાજેડીયા (ઉંમર 23 વર્ષ) તેમજ હામીદાબેન નૂરમહમદ (ઉંમર 45 વર્ષ) સહિત 10 લોકો ભોગ બન્યા છે. જેમાં 2 બાળકો અને 2 થી 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હાલ તમામ ઈજાગ્રસ્તો મોરબી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.#Morbi #MorbiUpdate #MaliyaMiyana #NavaAnjiyasar #DogAttack #DogBite #CivilHospital #MorbiNews #GujaratNews