મોરબી : મોરબીની હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક લોકોને આ શ્વાને બચકા ભર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરનીના સામાકાંઠે હરિપાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં એક હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાડ એક જ દિવસમાં હડકાયા શ્વાને આઠથી દસ લોકોને બચકા ભર્યા હતા. ઉપરાંત એક બાળક ઉપર પણ હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે. મહાપાલિકા દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.