મોરબી : શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા રામાનંદી જ્ઞાતિના મોરબી આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારજનો માટે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 21 સપ્ટેમ્બર ને રવિવારના રોજ રાત્રે 9 થી 11 કલાક સુધી મોરબી-રાજકોટ હાઈવે પર શક્ત શનાળા ખાતે આવેલ ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ (OSEM CBSE) ગ્રાઉન્ડ ખાતે યોજાશે.આ રાસ-ગરબા મહોત્સવ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દરેક માટે એન્ટ્રી ફ્રી રહેશે. પ્રતિયોગિતામાં ભાગ લેનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ, સહિતના અનેક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સરપ્રાઈઝ ઈનામો પણ આપવામાં આવશે. તો સમાજના પરિવારોને સહપરિવાર બહોળી સંખ્યામાં પધારવા નિમંત્રણ પાઠવાયું છે. રજિસ્ટ્રેશન માટેની લિંક- tinyurl.com/ramzat2025