માળિયા (મિયાણા) : આજરોજ તારીખ 14ઓક્ટોબર ને મંગળવારે મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત ગુજરાતની વિકાસયાત્રાને કેન્દ્રમાં રાખી ક્વિઝ સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકા જયમાલાબેન મિયાત્રા દ્વારા રજુ કરાયેલ આ ક્વિઝ સ્પર્ધામા શાળાપરિવારના વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા.સ્પર્ધામાં કુલ ચાર ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ટીમ-એ 'ચાણક્ય', ટીમ-બી 'કૌટિલ્ય', ટીમ-સી 'આર્યભટ્ટ', તેમજ ટીમ-ડી 'પાણિનિ'. સમગ્ર સ્પર્ધામાં કુલ ત્રણ રાઉન્ડ હતા. ત્રણેય રાઉન્ડના અંતે મેળવેલ કુલ ગુણના આધારે ટીમ-ડી એટલે કે 'પાણિનિ'વિજેતા ઘોષિત થઈ હતી. જેમને સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે દરેક ટીમ દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય બી.એન. વિડજાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી વિકાસ અર્થે આયોજિત આ સ્પર્ધામાં શાળાના તમામ શિક્ષકો દ્વારા સફળ સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.