એડમિશનની મોસમ શરૂ થતાં જ સીટી મામલતદાર કચેરીમાં વાલી - વિદ્યાર્થીઓ દરરોજ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે : એટીવીટી સેન્ટરમાં એક જ ઓપરેટરના કારણે હેરાનગતિનો ભોગ બનતા પ્રજાજનોમોરબી : મોરબી શહેરમાં બોર્ડના પરિણામો જાહેર થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયામાં આવકના દાખલા તેમજ જાતિના પ્રમાણપત્ર મેળવવામાં વ્યવસ્થાના અભાવે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી છે. આવક તેમજ જાતિના દાખલા માટે મોરબી સીટી મામલતદાર કચેરીમાં એટીવીટી સેન્ટરમાં એક જ ઓપરેટર હોવાથી અહીં આવતા અરજદારોને કલાકો સુધી ફરજિયાત લાઈનમાં ઉભા રહેવુ પડે છે.મોરબી શહેરની અઢી લાખથી વધુની વસ્તી વચ્ચે ધોરણ -10 અને 12 ના રિઝલ્ટ બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાલીના આવકના દાખલા તેમજ જાતિ અંગેના પ્રમાણપત્ર ફરજિયાત હોય દરરોજ શહેરની એક માત્ર સીટી મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવા પડે છે.હાલમાં અંદાજે દરરોજ 300 જેટલા દાખલા નીકળે છે પરંતુ સીટી મામલતદાર કચેરીમાં એક જ ઓપરેટર હોય લોકોને એક દાખલા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. હાલમાં અરજદારોની ધસારો વધ્યો હોય મામલતદાર કચેરી દ્વારા એટીવીટી સેન્ટરમાં નાયબ મામલતદારને વધારાની જવાબદારી આપવાની સાથે ઓપરેટર પણ વધારવામાં આવે તો લોકોની હાલાકી ઘટે તેમ હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.SEBCના દાખલા સમાજ કલ્યાણ વિભાગ કાઢી આપશેમોરબી શહેરમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એવા SEBC એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત અંગેના દાખલા પણ મામલતદાર કચેરીમાથી અપાતા હોવાથી અહીં વ્યાપક પ્રમાણમાં ધસારો રહેતો હોય સીટી મામલતદાર પ્રશાંત ગઢવીએ પ્રજાની મુશ્કેલી નિવારવા સમાજ કલ્યાણ અધિકારી સાથે વાતચીત કરી વિદ્યાર્થીઓને હવેથી SEBCના દાખલા માટે સમાજ કલ્યાણ કચેરી, જિલ્લા સેવાસદન, શોભેશ્વર રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર 4મા વ્યવસ્થા કરવામાં આવી હોય હવેથી અરજદારોને SEBC પ્રમાણપત્ર માટે સમાજ કલ્યાણ વિભાગની કચેરીએ જવા અનુરોધ કરાયો છે.શહેર મામલતદાર કચેરીના પંખાના અભાવે ઉકળાટ અનુભવતા અરજદારોમોરબી સીટી મામલતદાર કચેરીમાં આવક અને જાતિના દાખલા માટે દરરોજ સેંકડો લોકો આવે છે ત્યારે અહીં પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા છે પરંતુ પંખા ન હોવાથી કાળઝાળ ગરમીમાં લોકોને અસહ્ય ઉકળાટ બફારાનો સામનો કરવો પડતો હોય અરજદારો માટે પંખાની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.દાખલા માટે રૂ.200 થી લઈ રૂ.500 પડાવતા એજન્ટો, હેલ્પડેસ્ક જરૂરીમોરબી શહેરની સીટી મામલતદાર કચેરી તેમજ લાલબાગ સેવા સદનમાં અરજદારોને ફોર્મ ભરવા માટે માર્ગદર્શન આપવા માટે હેલ્પડેસ્ક ન હોવાથી આ બાબતનો ફાયદો ઉઠાવી અહીં પડયા પાથર્યા રહેતા એજન્ટો ફોર્મ ભરવાની માહિતી ન ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ગરજ મુજબ 200થી 500 રૂપિયા પડાવતા હોય સરકારી કચેરીમાં લોકોને માર્ગદર્શન માટે હેલ્પડેસ્ક શરૂ કરવા પણ માંગણી ઉઠી છે.જાતિનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા- અરજદારનું આધારકાર્ડ, રેશનકાર્ડ, સ્કૂલ લિવિંગ, પિતા - કાકા, ફઈ, દાદા કોઈપણનો જાતિનો દાખલો- 1 એપ્રિલ 1978 પહેલાનો સરકારી રેકોર્ડ ઉપરનો કોઈપણ આધાર, દસ્તાવેજ, પિતા - કાકા, ફઈ, દાદા કોઈપણ એકનો જન્મનો આધાર,આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ- રેશનકાર્ડ, આધારકાર્ડ અને લાઈટબીલ, 2.5 લાખથી વધુ આવક હોય તો આઇટી રિટર્ન આપવુંEWS સર્ટિફિકેટ માટે જોડવાના જરુરી પુરાવા- અરજદારનું પોતાનું અને પિતાનું લિવિંગ સર્ટી, સોગંદનામુ, આવકનો દાખલોનોન ક્રિમિલિયર સર્ટીફિકેટ માટે જરૂરી પુરાવા- રેશન કાર્ડ, આધારકાર્ડ, જાતિનો દાખલો, લિવિંગ સર્ટી, કાકા ફઈ, પિતા દાદાનો જાતીનો દાખલો અથવા લિવિંગ સર્ટી, તા. 1 - 4 - 2024 પછીનો આવકનો દાખલો