માતા પુત્રીને પાડોશી પરિણીતા અને પુત્રોએ માર મારતા પોલીસ ફરિયાદમોરબી : મોરબી સબજેલ નજીક આવેલ અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારમાં કચરો ફેકવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ પાડોશી મહિલા અને તેના બે પુત્રોએ માતા અને પુત્રીને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરની સબજેલ નજીક આવેલ અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારમાં રહેતા સરોજબેન ઈશ્વરભાઈ ચૌહાણ ઉ.50 નામના મહિલાએ પાડોશમાં આરોપી દક્ષાબેન મનીષભાઈ મકવાણા, ધ્રુવ મનીષભાઈ મકવાણા અને આરોપી ભવ્ય મનીષભાઈ મકવાણા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14 ડિસેમ્બરના રોજ ફરિયાદીની પુત્રી પૂજાને દક્ષાબેન સાથે બોલાચાલી થતા દક્ષાબેને ગાળો આપી હતી અને તેમના પુત્રોએ પાઇપ વડે માર માર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.