ટંકારા : ટંકારા તાલુકામાં QDC કક્ષાનો કલા મહોત્સવ ગત 20 નવેમ્બરના રોજ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ભવ્ય રીતે યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમનું સુકાન સંભાળતા SVS કન્વીનર ભાવેશભાઈ જીવાણી તથા QDC-1ના કન્વીનર અસ્મિતાબેન ગામીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ સરસાવડીયા, ઓરપેટ કન્યા વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર ગોપાલભાઈ રતનપરા, એમ.ડી. વિદ્યાલયના આચાર્ય ભાવેશભાઈ કાસુન્દ્રા તથા QDC-1ની તમામ શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.ઓરપેટ કન્યા વિદ્યાલયના શિક્ષકોની અથાગ મહેનત તથા સંપૂર્ણ સમર્પણથી આ કલા મહોત્સવનું આયોજન અત્યંત સુંદર અને સુવ્યવસ્થિત રીતે થયું હતું. વિવિધ સ્પર્ધાઓમાં તાલુકાની અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં માધ્યમિક વિભાગના વિજેતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમે ડઢાણીયા હેતવી દશરથભાઈ (ધો. 10-એ)- ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા. સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમે નિકુંજભાઈ દિનેશભાઈ દેત્રોજા- શ્રી સરદાર પટેલ વિદ્યાલય, બંગાવડી. બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમે દિવ્યા હીરાભાઈ ફાંગલીયા (ધો. 9)- ઓરપેટ કન્યા વિદ્યાલય, ટંકારા. સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઇન્દ્રરાજસિંહ જગદીશભાઈ ટોળીયા- એમ.ડી. વિદ્યાલય, ટંકારા વિજેતા થયા હતા. આ વિજેતાઓ હવે SVS કક્ષાની આગામી સ્પર્ધામાં ટંકારા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.