એક, બે નહિ પરંતુ ત્રણ-ત્રણ વાર ભેજાબાજ કોલસો ભરી ગયો મોરબી : મોરબીના નવલખી બંદરે ભેજાબાજ ગઠિયાએ ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી એક, બે વાર નહિ પરંતુ ત્રણ-ત્રણ વાર કોલસો ભરી જઈ ઠગાઈ કરતા રૂપિયા 8.50લાખથી વધુની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાઇ છે. માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દીનદયાલભાઇ રામેશ્વર શુકલાએ ટ્રેલર નંબર- જી.જે-૦૫-બીયુ-૨૧૮૫ના ચાલક તથા ગુલાબી કલરના ટી શર્ટ વાળા અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉક્ત આરોપીઓ દ્વારા ગત તા. ૦૮થી ૧૮ એપ્રિલ દરમિયાન નવલખી પોર્ટની અંદર બન્ને ઇસમે પોતાનો સમાન બદઇરાદો પાર પાડવા સારૂ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી ટ્રેલર નંબર-જી.જે-૦૫-બી.યુ-૨૧૮૫ મા ખોટી નંબર પ્લેટ લગાવી ફરીની કંપનીની ખોટી લોડીગ સ્લીપ બનાવી સાચા તરીકે ઉપયોગ કરી ફરીની કંપનીનો કોલસો ત્રણવારઉપરોકત ટ્રેલરમા કુલ ૧૩૫ ટન જે ૧ ટનની કી.રૂ.૬૩૦૦/- લેખે જેની કુલ કી.રૂ.૮,૫૦,૫૦૦/- નો ભરી લઇ જઇ છેતરપીડી કરી હતી. આ મામલે માળીયા પોલીસે ઇ.પી.કો. કલમ ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૪,૧૨૦(બી) મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.