મોરબી : હળવદ નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસના પ્રભારી તરીકે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી હળવદ પાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની નિમણૂક કરી છે.આ નિમણૂક સ્વીકારી આજથી પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં કાર્યશીલ રહી પક્ષની કામગીરી વફાદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવશો તેવી અપેક્ષા સાથે પુષ્પરાજસિંહ જાડેજાને અભિનંદન પાઠવાયા છે.