મોરબી - કચ્છ બેઠકમાં વિનોદ ચાવડા રિપીટ, જામનગરમાં પૂનમ માડમ મોરબી : આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપની યાદીમાં મોરબીના દિગજ્જ ગણાતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાને રિપીટ કરવાને બદલે ભાજપે રાજકોટ બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવાનું જાહેર કર્યું છે, બીજી તરફ કચ્છ - મોરબી લોકસભા બેઠકમાં વિનોદ ચાવડાને ભાજપે રિપીટ કરવાની સાથે જામનગર લોકસભા બેઠકમાં પૂનમ માડમને પણ રિપીટ કર્યા છે. અન્ય બેઠકના ઉમેદવારો જોઈએ તો બનાસકાંઠામાં રેખા ચૌધરી, પાટણમાં ભરત ડાભી, ગાંધીનગરમાં અમિત શાહ, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, પોરબંદરમાં મનસુખ માંડવિયા, આણંદમાં મિતેશ પટેલ, ખેડા બેઠક ઉપર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ, દાહોદમાં જસવંતસિંહ ભાભોર, ભરૂચ બેઠક ઉપર મનસુખ વસાવા, બારડોલીમાં પ્રભુ વસાવા અને નવસારી બેઠક ઉપર સી.આર પાટીલનું નામ જાહેર કરાયું છે.