મોરબીના બ્રિજેશભાઈ મેરજાને અમરેલી જિલ્લાની જવાબદારી મોરબી : રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર જોમ-જુસ્સા સાથે પ્રજાલક્ષી કાર્યોમાં વ્યસ્ત બની છે ત્યારે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે જે અન્વયે મોરબી જિલ્લામાં પ્રભારી મંત્રી તરીકે પૂર્ણેશ મોદીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ મંત્રીઓને બબ્બે જિલ્લા અને રાજ્યકક્ષાના મંત્રીઓને એક - એક જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ તૂટેલા રોડ રસ્તા મામલે પ્રજાજનોને વોટ્સએપ મારફતે સરકારને જાણ કરવા આહવાન કરનાર પૂર્ણેશ મોદીને રાજકોટ અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જયારે મોરબીના રાજ્યકક્ષાના મંત્રી બ્રીજેશભાઈ મેરજાને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ, જયારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના જ મંત્રી મોરબી જિલ્લાના પ્રભારી બન્યા છે ત્યારે મોરબીના ઉબડ-ખાબડ માર્ગોની સમસ્યાના વર્ષો જુના પ્રશ્નનો અંત આવવાના અણસારો મળી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..