દાંડી નમક સહિતની અગ્રણી કંપનીઓનું નિમક બને છે હળવદમાં : વર્ષોથી સુવિધા ઝંખતી જીઆઇડીસી માટે રોડ રસ્તા મંજુર થયામોરબી : વિશાળ સમુદ્રકાંઠો ધરાવતા ગુજરાત રાજયમાં દેશનું 75થી 85 ટકા મીઠું એટલે કે, નમકનું ઉત્પાદન થાય છે, જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં 2.8 કરોડથી 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન થાય છે જેમાં કચ્છ, જામનગર,પોરબંદર ભાવનગર, ગાંધીધામ, કંડલા, માળિયા, હળવદ તેમજ સુરેન્દ્રનગર મુખ્ય છે.ખાસ કરીને હળવદ નજીક આવેલ ટીકરના રણમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય હળવદમાં મીઠાની પ્રોસેસ અને પેકિંગ માટેનો ઉદ્યોગ વિકસ્યો છે, હળવદ ખાતે આવેલ ખાસ નિમક જીઆઇડીસીમાં દૈનિક 4 હજારથી 5 હજાર ટન મીઠું પ્રોસેસ કરી પેકિંગ કરી દેશભરમાં પહોંચડાવામાં આવી રહ્યું છે.સિરામિક હબ મોરબી જિલ્લામાં મીઠાના ઉત્પાદન અને પ્રોસેસમાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે, જિલ્લામાં એક માત્ર હળવદ શહેરમાં ખાસ મીઠા ઉદ્યોગ માટે જીઆઇડીસી આવેલ છે, જ્યાં દૈનિક 4થી 5 હજાર ટન મીઠાને રિફાઇન કરી આયોડાઈઝ પ્રોસેસ સાથે પેકિંગ કરી દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. અમદાવાદ - માળીયા હાઇવે પર આવેલ જીઆઈડીસીમાં દાંડી સહિતની અનેક જાણીતી બ્રાન્ડનું મીઠું પેકિંગ થાય છે.જો કે, દેશભરમાં ઘર - ઘરના રસોડા સુધી નિમક પહોંચાડતી હળવદ જીઆઇડીસી વર્ષોથી ખસતા હાલ છે.અહીં સેંકડો શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવતી હોવા છતાં પણ નિમક જીઆઇડીસીમાં રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રાથમિક પ્રશ્નો સતાવી રહ્યા છે. હળવદ જીઆઇડીસીના અગ્રણી ઉદ્યોગકાર અને એસોસિએશન પ્રમુખ ગોપાલભાઈ ઠક્કર કહે છે કે, હળવદ જીઆઇડીસીમાં અનેક નામાંકિત કંપનીઓ તેમજ લોકલ બ્રાન્ડ માટે નિમકને રિફાઇન કરી પેકિંગ પ્રક્રિયા કરવામાં આવે છે, ખાસ કરીને જીઆઇડીસીમાં મહિલાઓને મોટા પ્રમાણમાં રોજગારી પુરી પાડવામાં આવે છે. હળવદ જીઆઇડીસીમાં રિફાઇન,આયોડાઈઝ, ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટનું પણ ઉત્પાદન થાય છે.જીઆઇડીસીના રસ્તા સહિતના પ્રશ્ને ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, વર્ષોની રજુઆત બાદ સરકાર દ્વારા રસ્તાના મંજુર કરવામાં આવતા વર્ષોજુની માંગણી સંતોષાઈ છે.નિમક આયોડાઈઝ કરવું મોંઘું, સરકારનો સહયોગ જરૂરીહળવદ જીઆઇડીસી પ્રમુખ ગોપાલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ ખાદ્ય નિમકના પ્રત્યેક એક કિલોગ્રામ પેકિંગના 30 પીપીએમ એટલે કે, 30 મિલિગ્રામ જેટલું 'પોટેશિયમ આયોડેટ' નામનું રસાયણ ઉમેરવું પડે છે, આયોડાઈઝ નમક માટે ઉપયોગમાં આવતું પોટેશિયમ આયોડાઈઝ ખૂબ જ મોંઘું હોય છે, એક કિલોગ્રામ પોટેશિયમ આયોડાઈઝ અંદાજે 5000 રૂપિયા સુધીના મળે છે. જેથી નમક પ્રોસેસ અને પેકિંગમાં ઉત્પાદકોને આયોડાઈઝ પ્રક્રિયામાં મોટો ખર્ચ વહન કરવો પડતો હોય ઉત્પાદકોને પોટેશિયમ આયોડાઈઝના ભાવમાં રાહત મળે તેવા પગલાં વિચારવા જોઈએ.એક કિલોગ્રામ પોટેશિયમ આયોડેટ 20 ટન નિમકમાં ભેળવી શકાયમીઠાના અગરમાં ઉત્પાદિત થતું મીઠું ફેકટરીમાં આવ્યા બાદ અહીં તેને વોશ એટલે કે ધોઈને શુદ્ધ કરી માટી સહિતની ગંદકી દૂર થયા બાદ ડ્રાય એટલે કે સુકવવાની પ્રોસેસ કરી બાદમાં આઇડાઈઝ પ્રોસેસ થાય છે. નિમકને આયોડાઈઝ કરવા માટે પોટેશિયમ આયોડેટ રસાયણનો ઉપયોગ થાય છે.પોટેશિયમ આયોડેટમાં આયોડિનનું પ્રમાણ આશરે 60% જેટલું હોય છે. જેથી, 1 કિલો મીઠામાં 30 mg આયોડિન મેળવવા માટે અંદાજે 50 mg પોટેશિયમ આયોડેટ નાખવું પડે. આ ગણતરી મુજબ, એક કિલોગ્રામ પોટેશિયમ આયોડેટમાંથી આશરે 20,000 કિલોગ્રામ એટલે કે,20 મેટ્રિક ટન આયોડાઇઝ્ડ મીઠું બની શકે છે.