ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો નોંધાયા, દરરોજ 100 ખેડૂતોને બોલાવી ચણાની ખરીદીનું આયોજન મોરબી : મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે અને ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો નોંધાયા છે.જેમાં દરરોજ 100 ખેડૂતોને બોલાવી ચણાની ખરીદીનું આયોજન કરાયું છે. મોરબીના માર્કેટ યાર્ડ, હળવદના માર્કેટ યાર્ડ, વાંકાનેરના યાર્ડ અને ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.મોરબી જિલ્લામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. તો રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના ૧૦૦ જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મોહાનભાઈ કુંડારિયાએ જણાવ્યુ હતું કે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ભાવ આવે છે જો કે સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી ૧૦૪૬ રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલ છે. આ તકે યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.