પ્રથમ દિવસે ખેડૂતોના અંદાજે 2 હજાર મણ ચણાની ખરીદી થશે મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ગુજકો માર્શલ દ્વારા આજથી ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આજે પ્રથમ દિવસે 20 ખેડૂતોના અંદાજે 2 હજાર મણ ચણાની ખરીદી થશે. આવતીકાલથી 50 ખેડૂતોને ચણાની ખરીદી માટે બોલાવવામાં આવશે અને એક ખેડૂત દીઠ 125 મણ ચણાની ખરીદી કરવામાં આવશે. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં આજથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો હતો. માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતનાની હાજરીમાં ગુજકો માર્શલ દ્વારા આજથી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે 20 ખેડૂતોના અંદાજે 2 હજાર મણ ચણાની ખરીદી થશે. આવતીકાલથી 50 ખેડૂતોને ચણાની ખરીદી માટે બોલાવવામાં આવશે અને એક ખેડૂત દીઠ 125 મણ ચણાની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત, ટૂંક સમયમાં ટંકારા ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યારે મોરબી ખાતેના સેન્ટરમાં મોરબી અને માળીયા તાલુકાના ખેડૂતોના ચણાની ખરીદી થશે અને ટંકારા ખાતેના સેન્ટરમાં ટંકારા અને વાંકાનેર તાલુકાના ખેડૂતોના ચણાની ખરીદી કરાશે. જોકે મોરબી, ટંકારા, માળીયા, વાંકાનેર તાલુકાના 5500 જેટલા ખેડૂતોએ અત્યાર સુધીમાં નોંધણી કરાવી છે. આ રજીસ્ટ્રેશન કરાયેલા 5500 ખેડૂતોના ચણાની સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચણાની ખરીદીનો રૂ 700 થી 725 નો બજારભાવ છે. જેની સામે સામે સરકાર દ્વારા રૂ.975 ના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. આ ભાવ જાહેર થતા ખેડૂતોને સીધો લાભ થશે.