ટંકારા : સ્વચ્છ ભારત મિશન-અર્બન અંતર્ગત ટંકારા નગરપાલિકા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓમાં (કઠપુતળી) પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ બાળકો અને નાગરિકોમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો હતો. આ કાર્યક્રમમાં ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે SBM સ્ટાફના સભ્યો ભાગ્યશ્રીબેન સોલંકી (SWM) અને રીનાબેન જાદવ (MIS) પણ જોડાયા હતા. પપેટ શો દ્વારા રમૂજી અને શૈક્ષણિક રીતે સ્વચ્છતાના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જેને ઓરપેટ કન્યા વિદ્યાલય અને એમ. પી. દોશી વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો