ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામના શિક્ષકે પોતાના દાદાજીની પુણ્યતિથિ નિમીતે દિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવી શૈક્ષણિક કીટની ભેટ આપી ગૌમાતાને લીલોચારો નાખ્યો હતો. ટંકારા તાલુકાના હડમતિયાના ભાવેશભાઈ મનજીભાઈ, પ્રવિણભાઈ મગનભાઈ મેરજા(નાલંદા શિક્ષક) તેમજ જીવરાજભાઈ ખીમજીભાઈ મેરજાઅે પોતાના દાદાજીની પુણ્યતિથિ નિમિતે માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'શ્રી માઁ મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની સ્કુલ- મોરબી ' શાળામાં આશરે ૫૦-૬૦ દિવ્યાંગ બાળકોને સુકો નાસ્તો તેમજ નોટબુક, પેન્સિલ,રબ્બર,ઈરેજર તેમજ ગૌમાતાને લીલોચારો નાખીને પુણ્યાત્મા દાદાજીની આત્માને શાંતિ મળે અને આવા માનવહિતના કાર્યને વેગ મળે તે હેતુથી આ દાન કરવામા આવ્યુ હતું [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16061,16062,16063']