6 ડિસેમ્બર : બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી ડો. ભીમરાવ આંબેડકરની આજે પુણ્યતિથિ ડો. બી. આર. આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબના હુલામણા નામથી જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા. એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લોકોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા હતા. આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી 1990માં નવાજવામા આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકરને તેમના કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટી અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા હતા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. આંબેડકરની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત તા. 14મી ઓગસ્ટ, 1931માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. 7મી સપ્ટેમ્બર, 1931માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ. આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે નીચલા વર્ણના લોકો માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા અને બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. ડૉ. આંબેડકર દેશના જુદા-જુદા ભાગોમાં ગયા અને મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને સમાજને વર્ણવ્યવસ્થામાં ભેદભાવ ન કરવા જાગૃત કર્યો. ડો. ભીમરાવ આંબેડકર ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. 6 ડિસેમ્બર, 1956ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..