મોરબી : મોરબી - માળીયા મિયાણા નેશનલ હાઇવે પર ગત તા.16ના રોજ વડવાળા હોટલ પાસે ટ્રક પાર્ક કરી સુતેલા પંજાબના વતની લખબીરસિંગ જાંગીરસિંગ ઉ.48 રહે.ગરિયાલા તા.જી.તરન તારણ, પંજાબ વાળાને સાથી ડ્રાઇવરે જગાડવા છતાં નહિ જાગતા માળીયા મિયાણા સરકારી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.