બ્રહ્મ સમાજ પ્રમુખે સગા ભત્રીજાને રૂ.1100 દંડ ફટકારી રાજકીય હાથા ન બનવા ઠપકો આપ્યો ટંકારા : આમ આદમી પાર્ટીની ટીમ જનસંવેદના કાર્યક્રમ વેળાએ બ્રહ્મસમાજ ટંકારા દ્વારા 'આપ'ના ગોપાલ ઈટાલીયાનુ સન્માન કરાયાની જાણ બ્રહ્મસમાજ ટંકારાના પ્રમુખને થતા તેઓ આગબબુલા થઈ ઉઠયા હતા. અને સન્માનની આગેવાની લેનાર સગા ભત્રીજાનો ઉધળો લઈ રૂ. અગીયારસો દંડ ફટકારી દાખલારૂપ કડક પગલુ ભર્યું છે. ગત બુધવારે આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ જનસંવેદના યાત્રા લઈને કોરોનામા મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા ટંકારા તાલુકામાં આવી હતી. આ વેળાએ ટંકારા ખાતે બ્રહ્મસમાજના અમુક સભ્યોએ 'આપ'ના ગોપાલભાઈ ઈટાલીયાનુ પુષ્પ ગુચ્છથી સન્માન કર્યું હતુ. જોકે, ગોપાલ ઈટાલીયાએ કર્મકાંડી ભૂદેવો અને કથાકારો વિરૂધ્ધ કરેલા નિવેદનોને લઈ જુના વિડીયોથી સમગ્ર ભૂદેવ સમાજ નારાજ છે. એ વખતે સન્માન કરવુ ઉચિત ન હોવાની બાબતે બ્રહ્મસમાજ-ટંકારાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદી નારાજ થયા હતા. વધુમાં હાથા નહી બનવાના ઓઠા હેઠળ કાર્યક્રમનુ આયોજન કરનાર યુવા બ્રહ્મસમજના આગેવાનોને તાકિદનુ તેડુ મોકલી તેડાવ્યા હતા. ઉપસ્થિત સભ્યોને બંધ બારણે બરાબરના ખખડાવી ફરી આવુ નહી કરવા આકરા શબ્દોમા સુચના આપી હતી. સન્માનનુ આયોજન કરનાર હર્ષ ત્રિવેદી પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીનો સગો ભત્રીજો હોવા છતા સમાજના ભોગે રાજરમત નહી સાંખી લેવાનુ કહી ઉધડો લેવાયો હતો. અને સમાજ સંસ્થાને પોતે હોદા ઉપર રહેશે ત્યા સુધી એક પણ રાજકીય પક્ષનો ક્યારેય હાથો નહી બનવા દયે અને એક પણ રાજકીય પક્ષની તળીયા ચાટવાની ચેષ્ટા કયારેય સાંખી નહીં લેવાય એવી તાકિદ કરી સગા ભત્રીજાને પ્રમુખની પૂર્વ મંજુરી વગર આયોજન કરવા બદલ રૂ. ૧૧૦૦/- રોકડ દંડ ફટકાર્યો હતો. આમ, દાખલારૂપ કડક કાર્યવાહી કરી કરવામાં આવતા ટંકારા બ્રહ્મસમાજ પ્રમુખના આકારા તેવરની સૌરાષ્ટ્રભરના ભૂદેવોમાં ભારે પ્રસંશા થઈ રહી છે. આ અંગે બ્રહ્મસમાજ-ટંકારાના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, બ્રહ્મસમાજ ક્યારેય કોઈનો વિરોધ કરનારો સમાજ નથી. ભૂદેવો વિશાળ હ્યદયના હોય છે. કદી કોઈ પ્રત્યે રાગદ્વેષ ન હોય આમ આદમી પાર્ટીના વિરોધી નથી. સમાજ સંસ્થાની વિચારધારા, ઘડેલા નિતી-નિયમો નો ભંગ થતા પરીવારના મોભી તરીકે ઠપકો આપ્યાનુ તેમને જણાવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..