દલવાડી ચોકથી નાની કેનાલ જવાના પુલ પર ગાબડું પડતાં અકસ્માતનો ભયમોરબી : મોરબીના લોકોને પુલ સાથે લેણા દેવી ન હોય તેવી સ્થિતિ વચ્ચે ઝૂલતો પુલ, હરિપર નજીકના ઓવરબ્રિજ, બાયપાસ ઉપરના પુલ તેમજ મચ્છુ - 2 ડેમ નજીક આવેલ પુલમાં ગાબડા પડયા બાદ હવે મોરબીના દલવાડી ચોકથી નાની કેનાલ તરફ જવાના પુલમાં ગાબડું પડી જતાં વાહનચાલકો ઉપર અકસ્માતનો ખતરો સર્જાયો છે.મોરબીના દલવાડી સર્કલ ચોકથી નાની કેનાલ તરફ જતા માર્ગ ઉપરથી સરદારનગર-3, ધર્મભક્તિ, ઉમા-2 અને સતવારાવાડી વિસ્તારના લોકોની વિશેષ આવન-જાવન રહે છે અને ટ્રાફિકથી ધમધમતા આ એકમાત્ર રસ્તાના પુલમાં મસમોટું ગાબડું પડી જતા લોકો ઉપર જોખમ સર્જાયું છે.ઉલ્લેખનીય છે કે આ મહત્વના માર્ગ ઉપરના પુલ ઉપરથી દરરોજ 2 હજાર જેટલા વાહનો પસાર થઈ રહ્યા હોય વાહન ચાલકો માટે આ પુલ જોખમી બની ગયો છે. વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ પુલનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક જાગૃત લોકોએ માંગ કરી છે.