મોરબી : વડાપ્રધાન નરેન્દ્રમોદી, મોરારીબાપુ, મકરંદ દવે, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, કાકાસાહેબ કાલેલકર જેવા અનેક નામી-અનામી લોકો આધ્યાત્મિક માર્ગદર્શન માટે જેમને મળેલા તેવા પૂજ્ય ભાઈ (નાથાલાલ જોશી -ગોંડલ ) સાથેનું આદ્યાત્મિક સંવાદોનું એક અભૂતપૂર્વ નવું પુસ્તક એટલે “વિરાટ ચેતનાના પ્રદેશમાં”.૯૩ વર્ષના રાવજીભાઈ પટેલ ૧૯૬૦ થી ગોંડલમાં રહે છે. તેઓ ૫૩ વર્ષ સુધી પૂજ્ય ભાઈના અંતેવાસી તરીકે રહ્યા અને પૂજ્ય ભાઈ સાથેના આધ્યાત્મિક સંવાદો તેઓની અંગત ડાયરીમાં નોંધ્યા જે આ પુસ્તકમાં હૂબહૂ રજૂ થયા છે. આ પુસ્તકના પ્રકાશક આર.આર. શેઠ & કંપની છે. આધ્યાત્મ અને જીવનની ખોજમાં નીકળેલા ખોજીઓ માટે આ પુસ્તક દીવાદાંડી સમાન સાબિત થશે. ઓનલાઇન પ્રાપ્તિ - 1) https://www.bookpratha.com/gujarati-book/virat-chetanana-pradeshma-2) rrsheth.com/shop/virat-chetna-na-pradesh-ma/૩) amzn.in/d/icQn2Hp4) Vijay Raval (98253 64484 ) બૂકમાર્ક નો પણ સંપર્ક કરીને ડિસ્કાઉન્ટ સાથે પુસ્તક બૂક કરાવી શકો છો.