15 દિવસ અગાઉ રજૂઆત કરાઈ હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપો મોરબી: મોરબીના જેતપર રોડ પર આવેલા પીપળી ગામ પાસે આજે તારીખ 29/01/2026ના રોજ સાંજે સ્થાનિકોએ એકત્ર થઈ દારૂના પોઈન્ટ પર 'જનતા રેડ' પાડી હતી. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે છેલ્લા 15 દિવસથી પોલીસને આ બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા દારૂનું વેચાણ બેફામ ચાલુ રહ્યું હતું. જનતા રેડ દરમિયાન દારૂનો જથ્થો ખુલ્લેઆમ મળી આવ્યો હતો, સ્થાનિકો પહોંચતા બુટલેગરો દારૂ મૂકીને ભાગી ગયા હતા.