ધારાસભ્યના હોમ ટાઉનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભા ગજવશે મોરબી : ધારાસભ્યના હોમ ટાઉન એવા જેતપર ગામે મોજીલો ઓટો ખાતે આવતીકાલે મંગળવારે રાત્રે 8:30 કલાકે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભા યોજવામાં આવનાર છે. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ ઉપસ્થિત રહેવાના છે. અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં પંચાસર રોડ ઉપર જાહેર સભા યોજવામાં આવી હતી. જ્યાં પ્રશ્નોત્તરી વેળાએ એક વ્યક્તિને ફડાકો ઝીકવામાં આવતા આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. આ વેળાએ આપ દ્વારા આ ઘટના ભાજપ પ્રેરિત કાવતરું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે આમ આદમી પાર્ટીએ સીધા ધારાસભ્યના હોમ ટાઉનમાં જ સભાની જાહેરાત કરતા રાજકારણ ગરમાઈ તેવી શક્યતાઓ છે.