મોરબી જિલ્લાની તમામ રાષ્ટ્રપ્રેમી જનતાને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ મોરબી : આજે વહેલી સવારે ભારતમાં આમ નાગરિક ગાઢ નિદ્રામાં પોઢેલા હતા ત્યારે ભારતીય હવાઈ દળે ૧૨-૧૨ મીરાજ ફાઇટર જેટના કાફલાથી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આવેલા જૈશે મહમદના આતંકી કેમ્પો ઉપર જોરદાર બૉમ્બ મારો કરી દીધો છે. ત્યારે આજે મંગળવારે, પુલવામાંના શહીદોના પરિવારોના લાભાર્થે મોરબીમાં ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી તેમજ માયાભાઈ આહીરનો લોકડાયરો યોજાનાર છે. મોરબીના પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ અને મોરબી જિલ્લા મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટીદાર નવરાત્રી મહોત્સવના અજયભાઈ લોરીયા અને તેની સમગ્ર ટિમ તેમજ મોરબી નગરપાલિકાના પ્રમુખ અને યુવા આગેવાન કેતનભાઈ વિલપરાના સંકલનમાં જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આયોજન અંગે વધુ માહિતી આપતા અજયભાઈએ જણાવ્યું હતું કે તેમની ૨૫ લોકોની ટિમ દ્વારા પુલવામાંના શહીદોના પરિવાર માટે અત્યાર સુધીમાં ૨૭ લાખથી વધુ રકમનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો છે. ત્યારે આજના લોક ડાયરામાં પણ મોટા પ્રમાણમાં ધનરાશી એકઠી થશે. જે કુલ મળીને ૫૦ લાખ રૂપિયાથી વધુ થવાનો આશાવાદ છે. આ તમામ ધનરાશી જે તે રાજ્યના શહીદોને સરખાભાગે હાથોહાથ પહોંચાડવામાં આવશે. જે તે રાજ્યના શાસનકર્તા કે આધિકારીક આગેવાનોને સાથે રાખીને શહીદોના પૈતૃક ગામોમાં રૂબરૂ જઇને રોકડ ધનરાશી પહોંચાડવાની સાથે એમનું સન્માન પણ કરવામાં આવશે. જે તે પરિવારના યુવાન દેશના ગૌરવ અને રક્ષા માટે ફના થયા છે ત્યારે એ પરિવાર પાસે રૂબરૂ જઈને ઋણ સ્વીકાર કરવાના હેતુસર આ આયોજન કરાયું છે. મોરબીની જાહેર જનતા, દરેક સંસ્થાઓ, સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનો, તમામ એસોશિએશનોના હોદ્દેદારો, ટ્રસ્ટો, મંડળોને આ લોકડાયરમાં ઉપસ્થિત રહી દેશ માટે શહાદત વ્હોરનારા વીર જવાનોના ઋણ સ્વીકાર હેતુ ખુલ્લા હાથે દાનની સરવાણી વ્હાવવા માટે આયોજકો તેમજ મોરબી અપડેટ્સ તરફથી પણ આમંત્રણ છે. આ કાર્યક્રમમાં બહેનો માટે ખાસ અલાયદી બેઠક વ્યવસ્થા, સુરક્ષિત પાર્કિંગ તેમજ સાનુકૂળ તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. સુનિયોજિત ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થાની ગોઠવણને કારણે કાર્યક્રમમાં હાજર રહેનાર જનતાને કોઈ સમસ્યા ન પડે એવા આયોજનમાં ઉમટી પડવા આયોજકોએ અંતમાં જણાવ્યું છે. તા. ૨૬ ને મંગળવારે રાત્રે 9:30 કલાકે સ્થળ : સ્કાય મોલની બાજુમાં, રત્નકલા એક્સપોર્ટનો વંડો, (ગાંધીનો વંડો) મોરબી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en