માળીયા (મિ): માળીયા સંકુલના ખાખરેચી કયુ. ડી. સી. કક્ષાનો કલા ઉત્સવ ઉત્સાહભેર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે તા. 22/11/2025 શનિવારે યોજાયો હતો. “વિકસિત ગુજરાત @2047” થીમ પર આધારિત આ ઉત્સવમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગમાં ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ભાવિ ગુજરાતની ઝાંખી સુંદર રીતે રજૂ કરી હતી.કુલ આઠ સ્પર્ધાઓમાંથી સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સાત સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. જેમાં માધ્યમિક વિભાગ ચિત્ર સ્પર્ધામાં પારઘી સાધના રમેશભાઈ, બાળ કવિમાં જશાપરા ગીતા સુરેશભાઈ, સંગીત ગાયન સ્પર્ધામાં મેવાડા યશ્વી રાજેશભાઈ, સંગીત વાદનમાં દલસાણીયા પ્રિન્સ હિતેષભાઈ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં રાઠોડ એશુબા હિતેન્દ્રસિંહ, બાળ કવિમાં નાયકા નિશા નગીનભાઈ, તેમાં સંગીત વાદનમાં પરમાર કેશવ વિનોદભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. સમાપન સમારંભમાં મોડેલ શાળાની શિક્ષિકા ધારાબેન કકાણીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રેરણા આપી. ભાગ લેનાર બીજા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરીને સફળ થવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. નિર્ણાયક તરીકે આમંત્રિત કન્યા પ્રા. શાળા, ખાખરેચીના નિવૃત આચાર્ય રમેશભાઈ કૈલાએ અભ્યાસ સાથે સંસ્કાર અને સહભાગી પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ સંભાળ્યું હતું. તેમણે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. અને વિજેતા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી. અંતે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ નાસ્તો કરીને કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરી.