રામધન આશ્રમ ખાતે ભવ્ય સામૈયુ, વિવિધ સમાજ દ્વારા સન્માન પણ કરાયું મોરબી : પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં જગતગુરૂ મહામંડલેશ્વર વાસુદેવાઆચાર્યજી મહારાજના સાનિધ્યમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અખિલ ભારતીય અની અખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ- જીથરા ( રાજસ્થાન )ના સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવીને શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ઉપાધિ અર્પણ કરવામાં આવી છે. મહામંડલેશ્વર પદવીદાનમાં મહંત ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ, રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, કાતિજોત મહિલા મંડળ - ટંકારાના ભકતો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં. વાંકાનેર, વઢવાણ, સીતાપુર, કાગદડી, સાદુરકા, બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો આ વેળાએ પધાર્યા હતા. સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ,પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ વ્યવસ્થા ગોર ખીજડીયા અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હસરાજબાપા, કાંતિભાઈ, બજરંગભાઈ, ચુનીભાઈ, હસુભાઈ પડ્યા, અનીલભાઈ મહેતા, પ્રવિણભાઈ, રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.