મોરબી : સ્વ. ભુવનભાનુસૂરિજી સમુદાયના નવકાર પ્રભાવક તથા પ્રબુદ્ધ પ્રવચનકાર પ. પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) પૂરા ભારત વર્ષમાં 30 હાજર કી.મી. જેવો પગપાળા વિહાર કરી પ્રથમ વાર મોરબીમાં પધાર્યા છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી પરમાત્મા અજિતનાથજી જિનાલાય પ્લોટના ઉપાશ્રયમાં તા. 15 થી 17 ફેબ્રુઆરી સુધી નવકારનું 413મુ પાવનકારી અનુષ્ઠાન તથા સામુહિક સામાયિક સાથે આજીવન નવકારના જાપ હેતુ આરાધના મંડળની સ્થાપના થઇ છે. આ પાવન પ્રસંગે પુરા ભારતવર્ષના 28,008થી વધુ આરાધકો તથા 350થી વધુ નવકાર મંડળોએ ભાવથી વધાવ્યો છે. આ તકે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભાવભીનું આયોજન કરવામાં આવ્યું છે.