મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની વતની વિદ્યાર્થિનીએ પી.ટી.સી. દ્વિતીય વર્ષમાં 80.50% મેળવી ઘુંટુ ગામનું ગૌરવ વધાર્યું છે. મોરબી જિલ્લાના હળવદમાં આવેલ તક્ષશિલા પીટીસી કોલેજમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઘુંટુ ગામની વતની ગોઠી રિંકલબેન જ્યંતીલાલ 80.50 % સાથે ટોપ ફાઈવમાં નંબર મેળવી તેણે માતા-પિતા તેમજ ઘુંટુ ગામનું ગૌરવ વધાર્યું છે. આવી ઝળહળતી સિદ્ધિ મેળવવા બદલ કોલેજના આચાર્ય, સંચાલક અને અધ્યાપકોએ રિંકલબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..