હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ સર્જાયો અકસ્માત : પોલીસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુંમોરબી : મોરબી પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.આર.જાડેજા આજે રાત્રે હેડક્વાર્ટર ખાતે ફરજ પૂર્ણ કરી એક્ટિવા લઈને મોરબી આવી રહ્યા હતા. ત્યારે જાંબુડિયા બ્રિજ પર કોઈ અજાણ્યા ટ્રકે પાછળની ઠોકર મારી હતી. તેઓ દીવાલ સાથે અથડાઇ ટ્રક નીચે આવી ગયા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ તેઓનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બી.આર. જાડેજા મૂળ ભુજના મોટા રેહા ગામના છે. તેઓ છેલ્લા 2 વર્ષથી મોરબીમાં ફરજ બજાવી રહ્યા છે. હાલ તેઓ મોરબી પોલીસ લાઈનમાં રહેતા હોવાનું જાણવા મળે છે. તેઓના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ડીવાયએસપી, એ ડીવીઝન, એલસીબી, ટ્રાફિક સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.