ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, પાર્કિંગ માટેની જગ્યા ફાળવવા, ફાયર સેફટીના સાધનો રાખવા, ફાયર NOC મેળવવા, મેડિકલ કીટ તથા મેડિકલ ટીમ રાખવાની સૂચનામોરબી : મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી. મહાપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં શહેરમાં આગામી નવરાત્રી -૨૦૨૫ ના આયોજન અને હંગામી પર્ફોમન્સ લાઇસન્સ તેમજ જાહેર સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં માણસોની ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, જરૂરિયાત મુજબની પાર્કિંગ માટેની જગ્યા ફાળવવી, નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવા તથા FIRE NOC મેળવવા વઘુમાં કોઈ પણ ઇમરજન્સી માટે મેડિકલ કીટ અથવા મેડિકલ ટીમ રાખવા જેવા વિવિધ મુદ્દાઓની સૂચનાઓ આપવામાં આવી હતી.હંગામી ફાયર સેફટી સર્ટિફીકટ મેળવવા માટે gujfiresafetycop.in વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાબતે દેવેન્દ્રસિંહ જાડેજા,ચીફ ફાયર ઓફીસર દ્રારા ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવા તેમજ ફાયર સેફટી માટે આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં. તેમજ આયોજક દ્રારા જરૂરી કાગળો જમા કરાવ્યા બાદ તેમજ લાગુ પડતાં વિભાગો પાસેથી સ્પષ્ટ અભિપ્રાય આવ્યા બાદ જ હંગામી મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ આપવા અંગે જણાવાયું છે. જે આયોજકોની અરજી કરવાની બાકી હોય તેઓએ વહેલી તકે જરૂરી કાગળો સાથે મોરબી પ્રાંત કચેરીમાં અરજી કરવા યાદીમાં જણાવવામાં આવ્યું.