એન.જી.ટી.ના કોલગેસિફાયર બંધ કરવાના આદેશથી સીરામીક ઉદ્યોગોનું ભાવિ ધૂંધળું મોરબી : એન.જી.ટી.એ મોરબીના કોલગેસિફાયર બંધ કરવાનો આદેશ આપતા મોરબીના સીરામીક ઉધોગનું ભાવિ ધૂંધળુ બન્યું છે. તેથી આ સીરામીક ઉધોગને બચાવવા સસ્તો નેચરલ ગેસ પૂરા પાડવા ધારાસભ્યએ ગુજરાત સરકારને રજુઆત કરી છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જાહેર કરેલી ગાઈડ લાઇન મુજબ મોરબીના સીરામીક ઉધોગમાં ગેસીફાયર કે કોલસા આધારિત ફ્યુલ વાપરવાનું બંધ થતાં આ ઉધોગના અત્યારે ચાલી રહેલી ભયંકર મંદીના કપરા કાળમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. કારણકે, ચીન સામે ટકી રહેવા માટે ભારત સરકારે ચાઇનાના માલ પર એન્ટી ડમ્પીગ ડ્યુટી ન નાખીને હળાહળ અન્યાય કર્યો છે.આ તમામ પરિસ્થિતિ જોતા જો સરકારને આ સીરામીક ઉધોગ બચાવવો હોય તો સસ્તા પ્રમાણમાં ગેસ પૂરો પાંડવો પડશે નહિતર સીરામીક ઉધોગનું ભાવિ અંધકાર મય બની જશે અને લાખો મજૂરો બેકાર બનશે તેથી તેમણે મોરબીના સીરામીક ઉધોગને એકદમ સસ્તા ભાવે નેચરલ ગેસ આપવા ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2006-07માં મોરબીના સીરામીક ઉધોગને ગુજરાત ગેસ કંપની 1 ક્યુબીક મીટરના રૂ.13ના ભાવે ગેસ પૂરો પાડવા માંગતી હતી.પરંતુ કમનસીબે ગેસ કંપની કોર્મોશયલ દરે જ ગેસ પુરવઠો આપતા હાલ નેચરલ ગેસના ભાવો ઉતરોતર વધી રહ્યા છે.ત્યારે હવે કોલગેસના 500થી વધુ એકમોને બચાવવા 1 ક્યુબીક મીટરના રૂ 20ના ભાવે આપવા જોઈએ તેમાંય હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવોમાં ધટાડો થયો છે.ત્યારે હવે ઉધોગના બચાવવો હોય તો તેના રામબાણ ઈલાજ રૂપે કુદરતી ગેસ વ્યાજબી ભાવે સીરામીક ઉધોગને આપવો જોઈએ.તેમજ જીરો પોલ્યુશન હેઠળ ચાલત એકમોને એન.જી.ટી.ના ચુકાદામાંથી બાકાત રાખવાની માંગ કરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en