ચિત્રકૂટ અને સારસ્વત સહિતની સોસાયટીના રહીશોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો, બહારના ઉમેદવાર સામે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકીમોરબી: મોરબીના કન્યા છાત્રાલય રોડ પર વોર્ડ નં.8માં આવેલી ચિત્રકૂટ, સારસ્વત સહિતની સોસાયટીઓના રહીશોમાં આગામી ચૂંટણી માટે આયાતી ઉમેદવારના નામની ચર્ચાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારના લોકોએ એકઠા થઈને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અને કોઈ પણ પ્રકારની સભા યોજવા દેવામાં આવશે નહીં.સ્થાનિક રહીશોની માંગ છે કે આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર લલિત કામરિયા અથવા દિનેશ ખૈલા પૈકી કોઈ એકને જ ટિકિટ આપવામાં આવે. આ બાબતે લોકોએ જણાવ્યું હતું કે, આ બંને નેતાઓ વર્ષોથી વિસ્તારના પ્રશ્નો માટે સક્રિય છે અને લોકોની મુશ્કેલીમાં હંમેશા હાજર રહે છે. લલિત કામરિયાએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટ 1 થી 6, સારસ્વત, પંચવટી, પુનિતનગર, નકલંગ અને ચંદ્રેશનગર જેવી સોસાયટીના અંદાજે 1000 થી વધુ લોકોએ એકઠા થઈ આયાતી ઉમેદવારનો વિરોધ કર્યો છે.આ અંગે રહીશોએ ધારાસભ્ય તેમજ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખને પણ લેખિત રજૂઆત કરી છે. જો સ્થાનિક ઉમેદવારને બદલે કોઈ બહારની વ્યક્તિને મેદાને ઉતારવામાં આવશે તો ચૂંટણી પરિણામો પર તેની માઠી અસર પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ વોર્ડ નંબર 3 માં પણ આ પ્રકારના વિરોધના સૂર ઉઠ્યા હતા, ત્યારે હવે કન્યા છાત્રાલય રોડ વિસ્તારમાં પણ સ્થાનિક વિરુદ્ધ આયાતીનો જંગ શરૂ થયો છે.#Morbi #MorbiUpdate #Election #LocalCandidate #PoliticalProtest #GujaratPolitics #MorbiNews #WardNo3 #ChitrakutSociety