સતત ત્રીજા દિવસે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસે અટકાયત કરતા ભારે રોષ મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સતત ત્રીજા દિવસે સંવેદનહીન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આજે સતત ત્રીજા દિવસે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસે અટકાયત કરતા ભારે રોષ વ્યાપી ગયો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ જે.૫ટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકાર મહિલા સુરક્ષાની નિષ્ફળતાના વિરોધમાં મોરબીના માર્કેટ ચોક ખાતે સુરેન્દ્રનગરના આગેવાન ભલજીભાઈ સોલંકીની હાજરીમાં નારી સુરક્ષાના અધિકાર માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાંમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર રહી ગુજરાત સરકારની પ્રજા વિરોધી માનસિકતાના કારણે પ્રજા જાનમાલની અને મહિલાઓને સુરક્ષા આપવામાં હાલની સરકાર સરેઆમ નિષ્ફળ ગયેલ છે. ત્યારે મહિલાઓના હક્ક અને સુરક્ષા સરકાર તાત્કાલિક આપે અને પ્રજાના ટેક્સના પૈસાથી કરવામાં આવતા ઉજવણીના તાયફા બંધ કરી પ્રજાને મહિલાઓને સુરક્ષાનો અધિકાર મળે તેમ કરવાની માંગ કરી હતી. તેમજ સરકારના વિરોધમાં સૂત્ર પોકારતા આ પ્રજા વિરોઘી સરકારે પોલીસને આગળ કરી તમામ આગેવાન, કાર્યકરોની ધરપકડ કરી હતી. આથી પ્રજા વિરોધી સરકાર લોકશાહી રીતે વિરોધ કરતા પણ અટકાવે છે, તેવો કોંગ્રેસે સુર વ્યક્ત કર્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..