જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ આજે 1લી એપ્રિલે બ્લેક ડે મનાવ્યો મોરબી : મોરબી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ કાળી પટ્ટી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ આજે 1 લી એપ્રિલને બ્લેક ડે મનાવી પોતાની માંગણીઓને બુલંદ બનાવી હતી. મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા મામલે સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જો કે જૂની પેન્શન યોજના ચાલુ કરવા મુદ્દે શિક્ષકો ઘણા સમયથી તબબકાવાર આંદોલન ચલાવતા હોવા છતાં સરકારે નમતું ન જોખતા સરકારને ઢંઢોળવા માટે આજે 1લી એપિલને બ્લેક ડે રૂપે મનાવીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કાનજીભાઈ પરસોત્તમભાઈ હોધી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ જૂની પેન્શન યોજના ચાલુ કરવાની ઉગ્ર માંગ કરી હતી.