નવા નેશનલ હાઇવેથી મોટી જમીન કપાતમાં જશે તો ખેડૂતોની આજીવિકા છીંનવાઈ જશે, ખેડૂતોએ પ્રાંત અધિકારી આવેદન આપી કેટલી જમીન કપાતમાં જશે અને કેટલું વળતર મળશે તેનો ખુલાસો આપવાની માંગ કરી મોરબી : મોરબી અને માળીયામાં આવેલ નવલખી પોર્ટથી પીપળીયા મોરબીની જોડતા 17 કિમીના નવા નેશનલ હાઇવે બનાવવાનું સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવતા આ નવા નેશનલ હાઇવેથી ખેડૂતોની મોટી જમીન કપાતમાં જવાની હોવાથી ઠેરઠેર ખેડૂતોમાં નવા નેશનલ હાઇવે સામે વિરોધ ઉઠ્યો છે. ત્યારે વધુ એક ગામમાં પણ વિરોધનો સુર વ્યક્ત થયો છે. જેમાં માળીયાના તરઘરી ગામના ખેડૂતોએ નવા નેશનલ હાઇવેનો વિરોધ કરી ખેડૂતોએ પ્રાંત અધિકારી આવેદન આપી કેટલી જમીન કપાતમાં જશે અને કેટલું વળતર મળશે તેનો ખુલાસો આપવાની માંગ કરી છે. માળીયાના તરઘરી ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, માળીયા પંથકમાં સરકારે જે નવો નેશનલ હાઇવે બનાવવાની જાહેરાત કરી છે એની સામે વાંધાઅરજી કરી છે. તેમના ગામા ઓલરેડી બે હાઇવે છે. તો ત્રીજા નવા હાઇવેની શુ જરૂરત છે ?, આ નવા હાઇવે માટે ખેડૂતોની મોટી જમીન કપાતમાં જશે જેથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે. માળીયાના તરઘરી ગામે નવા હાઇવે માટે ખેતીલાયક અંદાજે 0,9629 એકરની જમીન કપાતમાં જાય તેવી શકયતા છે. પણ સરકારના નોટિફિકેશનમાં ક્યાં ગામની કેટલી જમીન કપાશે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એથી જમીન કેટલી કપાવવાની અને કેટલું વળતર મળશે તેની વિગતો જણાવવાની માંગ કરી છે.