જેતપર ગામે ચાલતા 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ'ના સમર્થનમાં ઝીકીયારી ગામ દ્વારા ચીમકી: ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત માંગવા ન આવવા સ્પષ્ટ ચેતવણીમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. જેતપર ગામે ચાલી રહેલા 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ'ને હવે આસપાસના અન્ય ગામોનું પણ ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. ખેડૂતોની પડતર માંગણીઓને લઈને વધુ એક ગામમાં રાજકીય નેતાઓના બહિષ્કારના બેનર લાગ્યા છે. આજ રોજ તારીખ 02/08/2026 ના રોજ મોરબીના જીકીયારી ગામમાં ભાજપ નેતાઓનો બહિષ્કાર કરતા બેનરો લગાવવામાં આવ્યા છે.જીકીયારી ગામ સમસ્ત દ્વારા ગામમાં લગાવવામાં આવેલા આ બેનરમાં સત્તાધારી પક્ષને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોની માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે ઝીકીયારી ગામે મત માંગવા આવવું નહિ.'આ બેનરમાં ભાજપના કમળના નિશાન અને ઈવીએમ (EVM) મશીન પર લાલ ચોકડી મારીને ગ્રામજનો દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓને લઈને આંદોલન હવે ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે અને ગામડાઓમાં ચૂંટણી બહિષ્કારના આવા બેનરો લાગતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.#Morbi #MorbiUpdate #Jikiyari #KhedutSatyagraha #FarmersProtest #GujaratPolitics #BJPBoycott #AssemblyElection2027 #FarmersDemand #Jetpar #KhedutEkta