ફી વધારો પરત ખેંચવા અપાયું આવેદનપત્રમોરબી : ગુજરાતમાં આવેલી તમામ GMERS મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મૂકાયા છે. આ ફી વધારો પરત ખેંચવા ઠેર ઠેર રજૂઆતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીમાં આજે ABVP દ્વારા મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આજે તારીખ 12 જુલાઈના રોજ મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના હોદ્દેદારો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે એકઠાં થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVP દ્વારા ફી વધારા મુદ્દે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ABVP રાજકો વિભાગ સંયોજક અને મોરબી જિલ્લા સંયોજક હાજર રહ્યા હતા.