કલેક્ટરને આવેદન આપતી વખતે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ, બાદમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ઘરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન આપ્યું, ખેડૂતોના હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર માંગ કરી મોરબી : ઉત્તરપ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કચડી નાખી નરસંહાર કરવા મામલે દેશભરમાં વિરોધની આગ ભભૂકી ઉઠી છે. ત્યારે આ મામલે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ઘરણા પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન આપી ખેડૂતોના હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર માંગ કરી છે. જો કે કલેક્ટરને આવેદન આપતી વખતે પોલીસ અને કોંગ્રેસ વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે યુપીમાં થયેલા ખેડૂતોના નરસંહાર મામલે સામાકાંઠે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.જો કે, પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને માત્ર પાંચ વ્યક્તિને કલેક્ટરની ઓફીસમાં આવેદન આપવા જવાનું કહ્યું હતું.પરંતુ કોંગ્રેસ ના અગ્રણીઓએ બધા સાથે જ કલેક્ટરને આવેદન આપવા જવાની જીદ પકડી હતી આથી પોલીસ અને કોંગ્રેસના અગ્રણીઓ વચ્ચે થોડીવાર બબાલ થઈ હતી.પરંતુ બાદમાં મામલો થાળે પડ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ યુપીમાં થયેલા હિંસક બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ખેડૂતોને ન્યાય આપો તેમજ ખેડૂત વિરોધી કાળા કાયદા રદ કરો તેવા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા. યુપીના લખીમપુર ખીરી ખાતે ખેડૂતો વિરોધી કાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરતા ખેડૂતો ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ કાર ચડાવીને હત્યા કરી નાખી હતી. આ બનાવમાં ખેડૂતોને ન્યાય આપવા હત્યારાને ફાંસીની સજા આપવા તેમજ ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..