જો કોઈ ઘોર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? : વાહનો ડિટેઇન કરવા કરાઇ માંગ મોરબી : મોરબીમાં નંબર પ્લેટ વગરના વાહનો ચાલે છે જેની આર.ટી.ઓ. અને પોલીસ ખાતાને ખબર નથી. આ ઘોર બેદરકારીને કારણે અકસ્માત સર્જાવાની સંભાવના છે. ત્યારે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેક્ટર, મોરબી માળીયા ધારાસભ્ય અને આર.ટી.ઓ. ઓફીસ ખાતે લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ મોરબી નગરપાલિકાના અનેક વાહનો નંબર પ્લેટ વિના ચાલે છે. પોલીસ ખાતા કે આ.ટી.ઓ.ને ખબર નથી એવા અનેક વાહનો નંબર પ્લેટ વિના ચાલે છે. તો કઈ પણ અકસ્માત થાય તો જવાબદારી કોની ? તાજેતરમાં પોલીસ દ્વારા નગરપાલિકાની બસ ડિટેઈન કરવામાં આવી છે. હજી સુધી શુ બસના કાગળો નથી. અત્યારે આશરે બે થી અઢી વર્ષ થવા આવ્યા છે. ચીફ ઓફિસર, આર.ટી.ઓ. કે ટ્રાફિક પોલીસને ખબર નથી આ કોની રહેમથી ચાલે છે. અકસ્માત થાય તો જવાબદાર કોણ મોરબી નગરપાલિકા વીમો આપશે ? આ ગંભીર બાબત કહેવાય ઘોર બેદરકારી નગરપાલિકાની પહેલા ડોક્યુમેન્ટ લીધા હતા. આની ચકાસણી કરી હતી એવા આશરે અનેક વાહનો, બસો, ટ્રેકટર, કચરાની ગાડી, ભૂગર્ભ કાઢવાની ગાડી તેમાં પણ નંબર પ્લેટ વિનાની છે. ત્યારે આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ જાણ કરવા નંબર પ્લેટની અનેક વાહનોને ડિટેઇન કરવા સામાજિક કાર્યકરો અને પ્રજાજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.