અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ દ્વારા સમય વધારવાની માંગ સાથે રજુઆતમોરબી : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપ માટેની સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને તેમના વાહનમાંથી ઉતારવા કે બેસાડવા માટેનો ફ્રી સમય 15 મિનિટથી ઘટાડીને 8 મિનિટ કરવામાં આવ્યો છે. જે સમય મર્યાદા તદ્દન અયોગ્ય અને અપ્રમાણસરની છે. ત્યારે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ મેહુલભાઈ ગાંભવા દ્વારા આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈસંઘવી, નાગરિકઉડિયન મંત્રી તથા રાજલ મિતલ એપલેટ ઓથોરિટી અમદાવાદ એરપોર્ટને લેખિતમાં રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ એરપોર્ટપર પીકઅપ અને ડ્રોપઓફ માટેની જે સમયમર્યાદા હતી તેમાં એરપોર્ટના સત્તાધીશોએ એક તરફી નિર્ણય કરીને 15 મિનિટથી ઘટાડીને 8 મિનિટ કરેલ છે, જે સમય મર્યાદા તદ્દન અયોગ્ય અને અપ્રમાણસરની છે. ત્યારે કોઈપણ વ્યક્તિ જ્યારે પેસેન્જર કે સગા સંબંધીને મૂકવા માટે કે લેવા માટે એરપોર્ટ પર જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ પહોંચતા, સામાન ઉતારતા કે ચડાવતા અને એરપોર્ટની બહાર નીકળતા 10 થી 15 મિનિટ તો થાય છે જ. વ્યવહારુ રીતે કોઈપણ વ્યક્તિ ગમે તેટલી ઉતાવળ કરે, પરંતુ 10 થી 15 મિનિટ પહેલા એરપોર્ટની બહાર નીકળવાનું અશક્ય જ બની જાય છે. આ સંજોગોમાંઆ વ્યક્તિને હાલની સમયમર્યાદા જે 8 મિનિટની છે, તે પ્રમાણે એરપૉર્ટની બહાર ન નીકળે તો તેને રૂપિયા 150નો પાર્કિંગ ચાર્જ ભરવાનો થાય છે. હકીકતમાં આ સમય દરમિયાન કોઈપણ પાર્કિંગ સુવિધાનો ઉપયોગ પણ કરવાનો થતો નથી, તેમ છતાં આ પ્રકારની વસૂલી તે એરપોર્ટની એકતરફી અને મનમાની લૂંટ જ છે. તેથી સામાન્ય ગુજરાતીમાં એવી છાપ જાય છે કે અદાણી કંપની ગુજરાતમાં સરકારની મીઠી નજર હેઠળ નાગરિકોને ખુલ્લેઆમ લૂંટી રહી છે. આ અદાણી એરપોર્ટના સત્તાવાળાઓને પોતાનો આ તઘલઘી નિર્ણય બદલવા માંગ કરવામાં આવી છે.