મોરબી : અમરેલીમાં એક યુવતીને સામાન્ય ગુનામાં રાત્રીના 12 વાગ્યે ઘરેથી પકડીને પોલીસ સ્ટેશનમાં રાખી અને બીજે દિવસે જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આનેથી માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસ માટે કમિટી બનાવવામાં આવે તેવી રમેશ રબારીએ માંગ ઉઠાવી છે.