શિક્ષકો સાથે હળહળતો અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ મોરબી : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય ભરતી માટે લેવાતી HMAT ટેસ્ટમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોનો અનુભવ અમાન્ય રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકો સાથે હળહળતો અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. સાથે આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. સંજયભાઈ વીરડિયાએ જણાવ્યું છે કે તા.15 જૂનના રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની (HMAT) ભરતીની જાહેરાત આવેલ છે. જેમાં સેલ્ફાઇનાન્સ શાળાના શિક્ષકોનો અનુભવ માન્ય રાખવામા આવેલ નથી. હજારો શિક્ષકો સેલ્ફફાઇનાન્સ શાળામાં શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવે છે તેઓ આ જાહેરાતમાં અરજી કરી શકશે નહીં. અગાઉ 2017માં આવેલ (HMAT) જાહેરાતમાં પણ ફક્ત સરકારી શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાના શિક્ષકો જ અરજી માટે લાયક ગણવામાં આવેલ હતા કરેલ RTIમાં પણ યોગ્ય જવાબ મળેલ નથી. સેલ્ફ ફાઇનાન્સ શાળા શિક્ષકોનો અનુભવ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે માન્ય છે પણ તે જ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય કરતાં શિક્ષકો HMAT માટે શામાટે લાયકાત ધરાવતા નથી? સેલ્ફ ફાઇનાન્સ શાળા શિક્ષકો ગુ.માં.ઉ.માં. શિક્ષણ બોર્ડ જાહેર SSC/HSC પરીક્ષા માટે સ્થળસંચાલક તરીકે કાર્ય કરે છે તે માન્ય SSC/HSC જાહેર પરિક્ષાના સુપરવાઈઝર તરીકે કાર્ય કરે તે માન્ય SSC/HSC જાહેર પરિક્ષાના જવાબપત્રો જોવા ગુ.માં.ઉ.માં.શિક્ષણ બોર્ડ બોલાવે ત્યારે માન્ય ન જોવા જાય તો સેલ્ફફાઇનાન્સ શાળા શિક્ષકને દંડ થાય કેમકે ફરજ બજાવેલ નથી તો અનુભવ કેમ માન્ય નથી ? સેલ્ફફાઇનાન્સ શાળાના શિક્ષકોનો અનુભવ અગાઉ માન્ય રાખી ગ્રાન્ટ ઇન એડ શાળામાં શિક્ષકોને આચાર્ય તરીકે ભરતી કરવામાં આવેલ છે તો તે શિક્ષકોને ક્યાં આધારે ભરતી કરવામાં આવેલ નિયમો પરીપત્રો તો હશેને ? તેમ અંતમાં જણાવાયું હતું.